Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara news Former cricketer Rishi Arothe from devoured Rs 2 crore donated to the Swaminarayan temple

વડોદરાનો પૂર્વ ક્રિકેટર સ્વામિનારાયણ મંદિરને દાનમાં મળેલા 2 કરોડ રૂપિયા ચાંઉ કરી ગયો, જાણો કેવી રીતે પાડ્યો ખેલ

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2024
લાઇવ ટીવીGoogle News
વડોદરાનો પૂર્વ ક્રિકેટર સ્વામિનારાયણ મંદિરને દાનમાં મળેલા 2 કરોડ રૂપિયા ચાંઉ કરી ગયો, જાણો કેવી રીતે પાડ્યો ખેલ

વડોદરાના પૂર્વ ક્રિકેટર ઋષિ અરોઠેના મકાનમાંથી રૂ.1.39 કરોડની રોકડ મળવાના ચકચારી બનાવમાં તપાસ કરતી એસઓજીને મહત્વની વિગતો હાથ લાગી છે.પૂર્વ ક્રિકેટર ઋષિએ કોટાના સ્વામિનારાયણ મંદિરના દાનના રૂ.2 કરોડ રોકડા નાસિક મોકલવાનું કામ હાથમાં લઇ તમામ રકમ વગે કરી દીધી હોવાની ચોંકાવનારી વિગતો  બહાર આવી છે.

App Store

વડોદરાના પ્રતાપગંજ માં J-1 ટાવર ખાતે રહેતા પૂર્વ ક્રિકેટર તુષાર અરોઠેને ત્યાં એસઓજીના પીઆઇ વી એસ પટેલ અને ટીમે તાજેતરમાં દરોડો પાડી રોકડા રૂ.1.39 કરોડ કબજે કર્યા હતા. આ રકમ તુષારના પુત્ર ઋષિ અરોઠેએ નાસિકના એચએમ આંગડિયામાંથી મોકલી હોવાની વિગતો બહાર આવતાં પોલીસે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી હતી.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે આ પ્રકરણના મૂળ સુધી જવા માટે એસઓજીને સૂચના આપતાં તેમની તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો ખૂલી  છે. જેમાં પૂર્વ ક્રિકેટર ઋષિ અરોઠેએ સાળંગપુરના કષ્ટભંજન દેવ મંદિરે નવેમ્બર-2023માં યોજાયેલા શતામૃત મહોત્સવ માટે રાજસ્થાનના કોટા સ્થિત વડતાલ સ્વામિનારાયણ મંદિરે આવેલી રૂ.2 કરોડના દાનની રકમ કોટાથી નાસિક સ્વામિનારાયણ મંદિરમાં ટ્રાન્સફર કરવાનું કામ હાથમાં લઇ તમામ રકમ વગે કરી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ, કોટા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં સાળંગપુર મહોત્સવ માટે એકત્રિત થયેલી દાનની રકમ કમિટિના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શશાંકભાઇએ એક મિત્રના માધ્યમથી ઋષિ અરોઠે મારફતે નાસિક મોકલવાનું કામ સોંપ્યું હતું. જેથી પોલીસ સીએ તેમજ અન્ય લોકોની પૂછપરછ કરનાર છે. રૂ.2 કરોડના દાનની રકમમાંથી ઋષિ અરોઠેએ રૂ.1.40 કરોડની રોકડ તેના ઘેર મોકલી હતીં.જેમાંથી આંગડિયાના ખર્ચની રકમ કપાતાં રૂ.1.39 કરોડ તેના પિતા તુષાર અરોઠેના હાથમાં આવ્યા હતા.