Vadodara News: વાપીથી ચાણસ્મા જઈ રહેલી બસને નડ્યો અકસ્માત, મુસાફરો થયા ઈજાગ્રસ્ત

સોર્સ : GSTV
વડોદરા નેશનલ હાઇવેની એક ઘટના સામે આવી છે, જેમાં વાપીથી ચાણસ્મા જઈ રહેલી એક બસને અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માત દરમિયાન અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઉભી રહેલી ટ્રકની પાછળના ભાગે એક ST બસ ઘૂસી ગઈ હતી. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
આ ઘટનાને પગલે મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા ત્રણ જેટલાં વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર છ વિદ્યાર્થીઓ વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. બસમાં સવાર અન્ય 19 લોકોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

