VIDEO : Vadodara ગાજરાવાડી પાણીની ટાંકીના સંપમાં એક વર્ષથી મોટું બાકોરું, તંત્રની ઘોર બેદરકારીથી રહીશોમાં રોગચાળાનો ફફડાટ
સોર્સ : gstv
વડોદરાના ગાજરાવાડી ખાતે આવેલી પાણીની ટાંકીના સંપમાં છેલ્લા એક વર્ષથી મોટું બાકોરું હોવા છતાં પાલિકા તંત્ર મૌન સેવીને બેઠું છે. ખુલ્લા બાકોરાના કારણે માનવ જિંદગી અને પશુઓ અંદર ખાબકવાનું મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિકોને ડર છે કે જો કોઈ જાનવર અંદર પડી જશે તો મરેલા પશુવાળું દૂષિત પાણી પીવાથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર છેલ્લા સાત વર્ષથી ગંદા પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. સ્થાનિક અગ્રણીઓની રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેથી રોષે ભરાયેલા રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ જનઆંદોલન છેડશે.

