VIDEO: વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 51 તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલ્યો!
સોર્સ : gstv
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં 51 તોલા સોનાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ઉત્તર પ્રદેશના અનિલકુમાર રાજભરની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 22 વર્ષથી ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું અને તેના વિરુદ્ધ મુંબઈ, કર્ણાટક તથા વડોદરામાં કુલ 26 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મુંબઈની જેલમાંથી છૂટ્યા બાદ તે સીધો વડોદરા આવ્યો અને દિવસ દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી અંદાજે 34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી અન્ય ગુનાઓ અને સંડોવણી અંગે તપાસ આગળ ધપાવી રહી છે.

