VIDEO/ Vadodara: વાતાવરણમાં પલટા વચ્ચે ગોરવા વિસ્તારમાં શોર્ટ સર્કિટથી મોટો ધડાકો, જાનહાનિ ટળી
સોર્સ : GSTV
વડોદરામાં પણ ગત રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તેમજ ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે ગોરવા વિસ્તારમાં શોર્ટ સર્કિટ થયું હતું. ગોરવામા વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થતાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો, જેનો અવાજ દૂર સુધી સંભળાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે સ્થળે શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો, તેની આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ભારે પવન અને વરસાદને કારણે વીજ તંત્રને મોટું નુકસાન થયું છે.

