VIDEO : વડોદરા ને. હાઇવે પર હિટ એન્ડ રન, લોહીલુહાણ હાલતમાં બુલેટ સવાર બે યુવકોને SSG હોસ્પિટલ ખસેડાયા
સોર્સ : gstv
વડોદરા નેશનલ હાઈવે ૪૮ પર એક અજાણ્યા વાહને બુલેટ સવાર બે યુવકોને જોરદાર ટક્કર મારતાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો આંચકાજનક હતો કે ટક્કર વાગતા જ બંને યુવકો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને લોહીલુહાણ થઈ ગયા હતા. ભરૂચથી આણંદ જઈ રહેલા આ યુવકો સાથે બનેલી આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બંને યુવકોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

