Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Tu-tu me-mein between lawyers and police near Diwalipura court complex in Vadodara city

VIDEO: વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલ પાસે વકીલો અને પોલીસ વચ્ચે તૂ-તૂ મેં-મેં

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલ પાસે આજે વકીલો અને પોલીસ વચ્ચે તૂ-તૂ  મેં-મેંના દ્રશ્યો સર્જાયા હતા. નવા ભાડા કરારને લઈને વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારના આ નિર્ણય સામે વકીલોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેના વિરોધમાં વકીલોએ હડતાળનું એલાન કર્યું છે. કોર્ટના મુખ્ય દરવાજા પાસે વકીલો અને પોલીસ વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. વકીલોનું કહેવું છે કે નવા ભાડા કરારને લઈને સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી તેઓ નારાજ છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવશે. બીજી તરફ, કોર્ટ સંકુલમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી હતી.

App Store