VIDEO: Vadodara / ગંગા સાતમે નર્મદા તટ પર ભક્તિનો મહાસંગમ; ચાંદોદના નંદેરીયા ગામે હજારો શ્રદ્ધાળુઓએ ગંગા-નર્મદાના બેવડા સ્નાનનો પુણ્યલાભ લીધો
સોર્સ : GSTV
વડોદરાના ચાંદોદ નજીક નંદેરીયા ગામે પાવનકારી ગંગા સાતમની ઉજવણી કરવામાં આવી. પૌરાણિક માન્યતા મુજબ, શિવજીની આજ્ઞાથી સ્વયં ગંગાજી પોતાના પાપદોષોમાંથી મુક્તિ મેળવવા આજે નર્મદાજીમાં સ્નાન કરવા પધારે છે. આ અવસરે ગુજરાતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓએ ગંગા અને નર્મદાના બેવડા સ્નાનનો પુણ્યલાભ લીધો હતો.નર્મદા તટે ભરાયેલા પરંપરાગત મેળામાં રાતથી જ જનમેદની ઉમટી પડી હતી. ભક્તોએ ઉપજ્યોતિર્લિંગ નંદીકેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 'નર્મદે હર' અને 'ગંગે હર'ના જયઘોષ સાથે ભક્તોએ બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી લગાવી પાપમુક્તિની પ્રાર્થના કરી હતી.

