Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : The Presidents of both the countries inaugurated the C-295 Aircraft Final Assembly Line in Vadodara.

વડોદરા: પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાને C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2024
લાઇવ ટીવીGoogle News
વડોદરા: પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાને C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું

પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરા ખાતે પહોંચી ગયા છે. બન્ને દેશોના રાષ્ટ્રાઅધ્યક્ષનો રોડ શો કર્યો હતો. રોડ શો કર્યા બાદ બન્ને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ પહોંચ્યા હતા.

App Store

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (28 ઓક્ટોબરે) વડોદરામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યુ છે .C295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેનના પીએમ પેડ્રો સાંચે  27 ઓક્ટોબરના રોજ વડોદરા શહેરના ITC વેલકમ હોટલ અલકાપુરી તથા સાંઇદિપનગર ટાટા એરક્રાફ્ટ સ્ટેશન તથા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પધારવાના છે. એરપોર્ટ ખાતે આવ્યા બાદ તેઓ હરણી એરપોર્ટથી નિકળી એરપોર્ટ સર્કલથી અમિતનગર બ્રિજ ઉપર, એલ એન્ડ ટી સર્કલ, ઇ.એમઇ સર્કલ, ફતેગંજ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી નીચે ઉતરી ડાબી બાજુ વળી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ર્ટન લઇ ITC વેલકમ હોટલ,અલકાપુરી આવશે. 

એરક્રાફ્ટ ફેસિલિટી એસેમ્બલી ફેસિલિટી ભારતને આત્મનિર્ભર બનાવશે

24 સપ્ટેમ્બર, 2021ના રોજ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના (IAF) માટે 56 C295 મીડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ કરાર અનુસાર, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (TASL, TCS સાથે ટાટા કન્સોર્ટિયમમાં લીડ તરીકે કામ કરે છે) MoD/IAF માટે એક ભારતીય એરક્રાફ્ટ કોન્ટ્રાક્ટર (IAC) છે અને તે ભારતમાં 56 એરક્રાફ્ટમાંથી 40નું નિર્માણ અને વિતરણ કરશે.

પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં એરબસ દ્વારા બનાવવામાં આવશે અને ફ્લાય-અવે તરીકે IAFને સપ્લાય કરવામાં આવશે. આમાંથી પહેલા 6 એરક્રાફ્ટ IAFને સોંપી દેવામાં આવ્યા છે.

સ્પેનના વડાપ્રધાનને ભોજનમાં ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે

મળતી માહિતી અનુસાર પેડ્રો સાન્સેઝ અને તેમના પત્નીને શાહી ભોજનમાં ખાસ કરીને ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. ભોજનમાં સ્ટાર્ટરમાં મિક્સ ફ્રુટ સલાડ, વેજ સલાડ, સ્પાઈસી કર્ડ (મસાલા દહીં)જેવી વાનગીઓ મેઇન કોર્સમાં ઢોકળા, હાંડવો, ભજીયા, કચોરી, પુરી-રોટલી, ખીચડી-કઢી, રિંગણ-વટાણનું શાક, ટીંડોળા-કાજુનુ શાક, ભીંડીના રવૈયા, છાસ અને વિવિધ પ્રકારની ચટણીઓ પીરસવામાં આવશે. મીઠાઈમાં મગનીદાળનો હલવો, પુરણપોળી, બાસુંદી, રબડી પીરસવામાં આવશે.