VIDEO: વડોદરા દિવાળીપુરા કોર્ટમાં વકીલોની હડતાલ ત્રીજા દિવસે યથાવત રહી
સોર્સ : gstv
વડોદરાના દિવાળીપુરા કોર્ટ ખાતે બરોડા બાર એસોસિએશને ગુજરાત હાઇકોર્ટના પરિપત્રના વિરોધમાં ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી હતી. વકીલોએ કોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર બહાર ઘંટ વગાડીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો અને ચક્કાજામ કરીને તંત્રનું ધ્યાન દોર્યું હતું. પરિપત્રમાં સુધારા અથવા માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી. વિરોધ કાર્યક્રમમાં પ્રમુખ હસમુખ ભટ્ટ, જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કર, ઉપપ્રમુખ નેહલ સુતરીયા સહિત મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા.

