Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : The gates of Kedarnath Dham opened with the chanting of Vedic mantras, a Gujarati devotee tragically died on the first day of darshan

વૈદિક મંત્રોચ્ચાર સાથે ખૂલ્યા કેદારનાથ ધામના દ્વાર, દર્શનના પ્રથમ દિવસે જ ગુજરાતી ભક્તનું કરૂણ મોત

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
વૈદિક મંત્રોચ્ચાર સાથે ખૂલ્યા કેદારનાથ ધામના દ્વાર, દર્શનના પ્રથમ દિવસે જ ગુજરાતી ભક્તનું કરૂણ મોત
સોર્સ : gstv

આજે 22 એપ્રિલના રોજ વહેલી સવારે 8 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓ બાબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં સામેલ હતા. આ દરમિયાન વડોદરાના એક ટૂર ઓપરેટરના પિતા દિલીપભાઈ માળીનું કેદારનાથ ધામમાં હાર્ટ એટેક આવવાને કારણે કરૂણ મોત નીપજ્યું છે. દર્શનના પ્રથમ દિવસે જ બનેલી આ ઘટનાથી અન્ય યાત્રિકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

App Store

સ્થાનિક તંત્રની બેદરકારીના આક્ષેપ

આ ઘટના બાદ મૃતક દિલીપભાઈના પુત્ર અને ટૂર ઓપરેટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયોમાં તેઓ અત્યંત વ્યથિત જણાઈ રહ્યા છે અને સ્થાનિક પ્રશાસન પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે, તેમણે સ્થાનિક તંત્ર પાસે મદદ માંગી, પરંતુ સમયસર કોઈ સહાય ન મળી.

કેદારનાથ જેવી ઊંચાઈવાળી જગ્યાએ ઓક્સિજનની કમી અને ઠંડીને કારણે હૃદયરોગના હુમલાનું જોખમ રહેતું હોય છે. હાલમાં આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.