VIDEO: વડોદરામાં લુખ્ખા તત્વોનો આતંક, પાઈપ- તલવારોથી એકબીજા પર કર્યા હુમલા
વડોદરા ખાતે લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. ફતેગંજમાં લેડી પિલર હોસ્પિટલ જેવા શાંત વિસ્તારમાં ગેંગવોર થઈ. જેમાં દેશી દારૂનો ધંધો કરતો બુટલેગર એઝાઝ અને નવાયાર્ડનો અસામાજિક તત્વ વસીમની ગેંગના સાગરીતોએ લોખંડની પાઇપ, તલવાર, પટ્ટા વડે એકબીજા પર હુમલા કર્યા હતા. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ફતેગંજ વિસ્તારમાં જાણે કે લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ભય રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. શાંત વિસ્તારમાં માહોલ બગાડવાની કોશિશ કરતા તત્વો સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે મોટો સવાલ છે.

