VIDEO: તારાપુરના વેપારી સાથે ૮.૧૫ લાખની ઠગાઈ કરનાર ભેજાબાજ રિકીન રાવલ રાજકોટથી ઝડપાયો
સોર્સ : gstv
વેપારીઓને વિશ્વાસમાં લઈ બોગસ પેઢીઓના નામે લાખોની ઠગાઈ આચરનાર ભેજાબાજ રિકીન રાવલને આણંદ પેરોલ-ફર્લો પોલીસે રાજકોટથી ઝડપી પાડ્યો છે. આરોપી પહેલા વેપારીઓને એડવાન્સ રકમ આપી વિશ્વાસ કેળવતો અને બાદમાં મોટો માલ મંગાવી બોગસ ચેક આપી છેતરપિંડી આચરતો હતો. તારાપુરના એક વેપારી પાસેથી ૮.૧૫ લાખ રૂપિયાની ૨૧૯ ચણાની ગુણીઓ મંગાવી બોગસ ચેક આપી ઠગાઈ કરવાના કેસમાં તેની ધરપકડ કરાઈ છે. રિકીન રાવલ સામે અગાઉ અનેક ગુના નોંધાયા છે, ચેક રિટર્નમાં સજા ભોગવી ચૂક્યો છે અને કાગડાપીઠ પોલીસે તેની સામે પાસા પણ કર્યા હતા. આણંદ અને અમદાવાદ ઉપરાંત મેંગ્લોર તથા સિલિગુડીના વેપારીઓને પણ તેણે ટાર્ગેટ કર્યાનું સામે આવ્યું છે.

