VIDEO: સયાજી હોસ્પિટલમાંથી બળાત્કારનો આરોપી ફરાર
સોર્સ : gstv
વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેલો બળાત્કારના ગુનાનો આરોપી ગોવિંદ રમેશભાઈ વહોનીયાને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મોકો જોઈ આરોપીએ પોલીસને ધક્કો મારી ફરાર થઈ જતાં હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને કેટલાક યુવકોએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી હોસ્પિટલ પરિસરમાં બની રહેલી બહુમાળી ઇમારતમાં ઘૂસી જતા શોધખોળ મુશ્કેલ બની હતી. પોલીસ દ્વારા કેદીને સલામત બહાર આવવા માટે માઈક દ્વારા એનાઉન્સ કરાયું હતું, જોક કેદી બહાર નહિ આવતા તેનું એકઝેટ લોકેશન મેળવવા માટે સયાજી હોસ્પિટલ સંકુલ મા ડ્રોન પણ ઉડાવવા મા આવ્યું હતું,

