VIDEO: PMના આગમન પહેલાં સફાઈ અભિયાન પર સવાલ, કાયમી સફાઈની વિપક્ષની માંગ
સોર્સ : gstv
વડોદરામાં સફાઈ અભિયાનને લઈને પાલિકા તંત્ર સામે વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે આક્ષેપ કર્યો છે કે વીઆઈપીના આગમન સમયે જ સફાઈ કેમ કરવામાં આવે છે. સફાઈ સેવકોને પૂરતા ગ્લોવ્ઝ અને માસ્ક સહિતના સુરક્ષા સાધનો મળતા ન હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. સફાઈ સેવકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરી તેમણે કાયમી અને વ્યવસ્થિત સફાઈની માંગ કરી છે. ઝૂંપડપટ્ટી તથા ગંદકીવાળા વિસ્તારોમાં પણ સફાઈ કરવા અને ડ્રેનેજ તથા ગંદા પાણીની સમસ્યાવાળા વિસ્તારોમાં વિશેષ સફાઈની માંગ કરવામાં આવી છે. વિપક્ષે કહ્યું છે કે શહેર માત્ર VVIP માટે નહીં, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન નાગરિકો માટે સ્વચ્છ રહેવું જોઈએ.

