Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Prime Minister of Spain will be served these delicious gujarati dishes

વડોદરામાં સ્પેનના વડાપ્રધાન માણશે શાહી ભોજનનો સ્વાદ, તેમને પીરસવામાં આવશે આ ગુજરાતી વાનગીઓ

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2024
લાઇવ ટીવીGoogle News
વડોદરામાં સ્પેનના વડાપ્રધાન માણશે શાહી ભોજનનો સ્વાદ, તેમને પીરસવામાં આવશે આ ગુજરાતી વાનગીઓ

આજે (28 ઓક્ટોબર) વડોદરામાં બે-બે વડાપ્રધાન આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ બંને વડાપ્રધાન સવારે ટાટા-એરબસ દ્વારા સ્થાપીત સૈન્યના કાર્ગો પ્લેનના એસેમ્બલ માટેના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. જે બાદ બંને મહાનુભાવો વડોદરાના શાનદાર અને સુંદર લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે બપોરનું ભોજન કરશે.

App Store

મળતી માહિતી અનુસાર પેડ્રો સાન્સેઝ અને તેમના પત્નીને શાહી ભોજનમાં ખાસ કરીને ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. ભોજનમાં સ્ટાર્ટરમાં મિક્સ ફ્રુટ સલાડ, વેજ સલાડ, સ્પાઈસી કર્ડ (મસાલા દહીં) જેવી વાનગીઓ મેઈન કોર્સમાં ઢોકળા, હાંડવી, ભજીયા, કચોરી, પુરી-રોટલી, ખીચડી-કઢી, રિંગણ-વટાણનું શાક, ટીંડોળા-કાજુનું શાક, ભીંડીના રવૈયા, છાસ અને વિવિધ પ્રકારની ચટણીઓ પીરસવામાં આવશે. મીઠાઈમાં મગની દાળનો હલવો, પુરણપોળી, બાસુંદી, રબડી પીરસવામાં આવશે.

લક્ષ્મી વિલાસ પેલેસમાં મુલાકાતીઓ પર પ્રતિબંધ

ભારત અને સ્પેનના વડાપ્રધાનની લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાતને અનુલક્ષીને પેલેસ ખાતે પણ કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. બંને દેશના વડાઓ આવે તે પહેલા લક્ષ્મી વિલાસ પેલેસમાં મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. બંને દેશના વડાપ્રધાનની સાથે કેટલાક મહાનુભાવો પણ હાજર રહેશે.