Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Police caught a policeman in a drunken state in Vadodara

વડોદરામાં પોલીસે જ પીધેલી હાલતમાં પોલીસ કર્મચારીને પકડ્યો, નશામાં કાર સાથે સર્જ્યો હતો અકસ્માત

Timeછેલ્લું અપડેટ : 07 Feb 2025
લાઇવ ટીવીGoogle News
વડોદરામાં પોલીસે જ પીધેલી હાલતમાં પોલીસ કર્મચારીને પકડ્યો, નશામાં કાર સાથે સર્જ્યો હતો અકસ્માત

વડોદરા રાજમહેલ રોડ પોલો ક્લબ નજીક ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એક વ્યક્તિએ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો. હાલ પોલીસ અકસ્માત સર્જાનારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.

App Store

વડોદરા રાજમહેલ રોડ પાસે આવેલા પોલો ક્લબ નજીક બે કાર વચ્ચે અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં નવાપુરા પોલીસે કાર્યવાહી કરતાં અકસ્માત સર્જનાર કાર ચાલક ધીરુભાઈ ઝાલા પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. નશામાં કાર ચલાવી અકસ્માત સર્જ્યુ હોવાનું જણાતા કાર પોલીસે કાર કબજે લીધી હતી. 

માંજલપુર લગ્ન પ્રસંગે આવેલ અને અક્સ્માત સર્જનાર ડ્રાઇવર ધીરુભાઈ ઝાલા સાથે આજ કારમાં સવાર વ્યક્તિ સંજયસિંહ નર્વતસિંહ રાઠોડ પણ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. જ્યાં તપાસમાં સંજય સિંહ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું હતું. 

હાલ વડોદરા પોલીસે અમદાવાદનો જ પોલીસ કર્મચારી પીધેલી હાલતમાં હોવાનું બહાર આવતા પીધેલ પોલીસની જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.