Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : PM Modi and Prime Minister of Spain 3 km road show in Vadodara

ગુજરાત: પીએમ મોદી અને સ્પેનના પ્રધાનમંત્રીનો વડોદરામાં ત્રણ કિમીનો રોડ શો, જાણો સમગ્ર શિડ્યુલ

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2024
લાઇવ ટીવીGoogle News
ગુજરાત: પીએમ મોદી અને સ્પેનના પ્રધાનમંત્રીનો વડોદરામાં ત્રણ કિમીનો રોડ શો, જાણો સમગ્ર શિડ્યુલ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ 10 કલાકે ગુજરાત પહોંચશે. વડોદરામાં તેઓ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કરશે. બંને મહાનુભાવો એરપોર્ટથી ખોડિયારનગર ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષ સુધી રોડ શો કરીને પહોંચશે. જે રૂટ પર અનેક સ્ટેજ બાંધવામાં આવ્યા છે. હજારો વડોદરાવાસીઓ બંને વડાપ્રધાનનું સ્વાગત કરશે. 

App Store

 પીએમ મોદી અને સ્પેનના પ્રધાનમંત્રીનો ત્રણ કિમી લાંબો રોડ શો

એરપોર્ટ સર્કલથી રોડ શો શરૂ થશે. જે ત્રણ કિલોમીટરનો હશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ.જયશંકર તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરામાં હાજર છે. અને કાર્યક્રમમાં હાજરી આપશે. ભારત અને સ્પેનના પીએમના કાર્યક્રમને લઈ વડોદરા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.

સમગ્ર કાર્યક્રમ

સવારે 10.00 વાગ્યે ટાટા એરબસલ હેન્ગર પહોંચશે
સવારે 10.05 વાગ્યે સી-295 સાથે ફોટોસેશન
સવારે 10.25 વાગ્યે સંબોધન
સવારે 11.00 વાગ્યે લક્ષ્મીવિલાસ પેલેસ પહોંચશે
સવારે 11.05 વાગ્યે ફોટોસેશન અને કલ્ચરલ કાર્યક્રમ
સવારે 11.20 વાગ્યે દરબાર હોલમાં કરાર
સવારે 11.40 વાગ્યે ગ્રુપ ફોટોસેશન
સવારે 11.50 વાગ્યે લંચનો કાર્યક્રમ
બપોરે 1.50 વાગ્યે પીએમ પેડ્રો સાંચેઝ વડોદરા એરપોર્ટથી મુંબઈ જવા રવાના થશે
બપોરે 1.05 વાગ્યે પીએમ મોદી અમરેલી જવા રવાના થશે

શહેરના 33 રોડ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે

શહેરના 33 રોડ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. ટાટા કંપનીથી એરપોર્ટ સર્કલ વાયા ફતેગંજથી લક્ષ્મીવિલાસ પેલેસના રૂટમાં આવતા 33 રોડ બંધ કરી દેવાયા છે. વાહનચાલકો, નાગરિકો અન્ય વૈકલ્પિક રોડથી અવર જવર કરી શકશે.