VIDEO : વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં કાદવથી ખેલાડીઓમાં રોષ

વડોદરાના પ્રસિદ્ધ ગરબા મેદાન યુનાઈટેડ વે ખાતે ગરબા ખેલૈયા હેરાન પરેશાન થયા હતા. વડોદરા શહેરના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ કરતા કાદવ જોવા મળ્યો હતો. જેથી ખેલૈયાઓને કાદવમાંથી પસાર થઈને ગ્રાઉન્ડમાં પહોંચવું પડ્યું હતું, જેને લઈને ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રાઉન્ડમાં આવ્યા બાદ વ્યૂઅર માટેના ઘણા સ્ટેન્ડમાં પાણી ભરાયેલા હતા. જેથી બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડમાં થોડા થોડા અંતરે કાદવ કીચડ જોવા મળ્યો હતો.જોકે કાદવ કીચડમાં ગરબા રમતા ખેલૈયાઓનો સીસીટીવી પણ વાયરલ થયો હતો. જુઓ આ વીડિયો -

