VIDEO: સાંસદ હેમાંગ જોશી પણ ગરબે ઘૂમ્યા, કમાટીબાગમાં સંગીતપ્રેમીઓનો જમાવડો
સોર્સ : gstv
વડોદરાના કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે ગરબા ગીત અને સંગીત જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર શનિવારે યોજાતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ ઉમટી રહ્યા છે. કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગરબાના તાલે સાંસદ પોતાનો ગરબા પ્રેમ રોકી ન શક્યા અને ઉપસ્થિત લોકો સાથે ગરબે ઘૂમ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર સહિત રાજકીય અગ્રણીઓ પણ કાર્યક્રમમાં હાજરી આપી ગીત-સંગીત અને ગરબાની રમઝટ માણે છે. દર શનિવારે કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે સંગીત અને ગરબાના તાલે લોકો હળવાશની પળો માણી રહ્યા છે. સાંસદ હેમાંગ જોશીના ગરબા રમતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

