VIDEO: લોર્ડ ભીખુ પારેખે દેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી
સોર્સ : gstv
વડોદરામાં લોર્ડ ભીખુ પારેખ લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચેલા લોર્ડ ભીખુ પારેખે દેશની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનું ભવિષ્ય સારું છે, પરંતુ દેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને યુવાનોના પ્રશ્નો અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. IIT અને IIMની સંખ્યા વધવા છતાં લાયકાત વગરની ભરતી અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા. અમેરિકાના દબાણ અને રશિયા સાથેના સંબંધોને લઈને પણ ભારતે વિચારવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું. લોર્ડ ભીખુ પારેખ આંતરરાષ્ટ્રીય રાજકીય ફિલસૂફ અને બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય છે.

