Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Husband kills wife in housebreaking

VIDEO: Vadodara / ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી; ફરાર આરોપીને પકડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Timeછેલ્લું અપડેટ : 14 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના બકરાવાડી વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં આવેલી નારાયણ એવન્યુ સોસાયટીમાં એક પતિએ પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા એક મહિલાએ જીવ ગુમાવ્યો છે.

App Store

મળતી વિગતો અનુસાર, નારાયણ એવન્યુમાં રહેતા બંટી સોલંકી અને તેની પત્ની રીટા સોલંકી વચ્ચે ગત મોડી રાત્રે કોઈ પારિવારિક બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. ઘરકંકાસ એટલો વધી ગયો હતો કે પતિ બંટીએ પોતાનો સંયમ ગુમાવ્યો હતો. ઉશ્કેરાયેલા પતિએ ઘરમાં રહેલા તીક્ષ્ણ હથિયાર વડે પત્ની રીટા પર ઉપરાઉપરી ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. ગંભીર ઇજાઓને કારણે રીટા સોલંકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર પતિ બંટી ફરાર છે અને પોલીસે તેની શોધખોળ શરુ કરી છે. 

મોડી રાત્રે થયેલી આ લોહિયાળ ઘટનાની જાણ થતા જ સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.