VIDEO: વડોદરાના સયાજી હોસ્પિટલમાંથી ફરાર ગુજસીટોકનો આરોપી ગોધરાથી દબોચાયો
સોર્સ : gstv
વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી બાથરૂમ જવાનું બહાનું કાઢીને ગાર્ડને ચકમો આપી ફરાર થયેલા ગુજસીટોકના કુખ્યાત આરોપી મોહસીન મીંડીને રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં જ ગોધરાથી દબોચી લીધો છે. લૂંટ, ધાડ અને ચોરી જેવા ૧૦થી વધુ ગુનાઓમાં સંકળાયેલો આ આરોપી હોસ્પિટલમાંથી ભાગીને બાઇક પર લિફ્ટ મેળવી ગોલ્ડન ચોકડી પહોંચ્યો હતો, જ્યાંથી કાર દ્વારા કલોલ અને ત્યારબાદ વાહન બદલીને ગોધરા પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નશાનો બંધાણી હોવાથી નશાની તલપ લાગતાં ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનામાં ગંભીર બેદરકારી દાખવનારા ચાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરજ મોકૂફી (સસ્પેન્શન)ની કડક કાર્યવાહી કરવામાં આવી છે.

