VIDEO: પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજનાથી વડોદરા આવેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં ઝેન-ઝી સાથે સંવાદ કર્યો હતો...વડાપ્રધાન સ્કોલરશીપ યોજના હેઠળ નર્સિંગ અભ્યાસ માટે જમ્મુથી વડોદરા આવેલી અનામિકા સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કરતાં જણાવ્યું હતું કે જીવનમાં તેમને આટલી નજીકથી જોવાનું ક્યારેય વિચાર્યું નહોતું અને તેમને નિહાળીને ખૂબ જ ખુશી થઈ છે. આ સાથે જ વડોદરા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અત્યંત ખુશ છે અને તેમનું માનવું છે કે વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા પર જે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, તેને યુવા પેઢીએ હર્ષભેર સ્વીકારવું જોઈએ અને અપનાવવું જોઈએ.

