Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Girl bathed in Vishwamitri river in Padra's Medhad attacked by crocodile, death suspected

VIDEO: પાદરાના મેઢાદમાં વિશ્વામિત્રી નદીમાં ન્હાવા ગયેલી બાળકી પર મગરનો હુમલો, મોતની શંકા

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના પાદરા તાલુકાના મેઢાદ ગામ પાસે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં દાદા સાથે વાડીએ ગયેલી અંદાજે ૧૨ વર્ષીય હેતલ રાઠોડિયા નામની બાળકીને અચાનક પાણીમાંથી બહાર આવેલા મગરે પગથી જડબામાં પકડીને નદીના ઊંડા પાણીમાં ખેંચી લીધી હતી. દાદાએ જીવના જોખમે મગર સાથે સંઘર્ષ કરીને બાળકીને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકીને બચાવવા નિષ્ફળ રહ્યા હતા. આ ભયાનક ઘટનાથી સમગ્ર પરિવાર અને ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. અન્ય બે બાળકો સુરક્ષિત બચી ગયા છે. ઘટના બાદ ગ્રામજનો નદી કિનારે દોડી આવ્યા હતા અને સામે કિનારે બાળકીનો મૃતદેહ દેખાતો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે, જો કે તંત્ર દ્વારા હજુ સત્તાવાર સમર્થન બાકી છે.

App Store