VIDEO: વડોદરામાં રાજવી પરિવાર દ્વારા ગણેશજીની આન, બાન અને શાન સાથે ભવ્ય પધરામણી
સોર્સ : gstv
વડોદરામાં ગણેશ ઉત્સવના પર્વ નિમિત્તે રાજવી પરિવાર દ્વારા શ્રીજી મહારાજની આન, બાન અને શાન સાથે ભવ્ય પધરામણી કરવામાં આવી હતી. મેઘરાજાની ધમાકેદાર હાજરી વચ્ચે રાજવી પરિવારના શ્રીજી ખાસ પાલખીમાં સવાર થઈને રાજમહેલ પધાર્યા હતા. રાજમાર્ગો પર વરસતા વરસાદ વચ્ચે જ્યારે ગણેશજીની શાહી સવારી નીકળી, ત્યારે સહેનાઈના મધુર સૂર સાથે સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું. પરંપરાગત રીત-રિવાજો અને શાહી ઠાઠમાઠ સાથે શ્રીજીની સ્થાપના દરબાર હોલ ખાતે કરવામાં આવી હતી. શ્રીમંત ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા છેલ્લા સો વર્ષથી પણ વધુ સમયથી આ ભવ્ય પરંપરા અવિરતપણે જાળવી રાખવામાં આવી છે, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

