VIDEO: વડોદરાના પાદરામાં સાયબર ક્રાઈમ જાગૃતિ ફેલાવવા માટે ગણેશ પંડાલને 'સાયબર ગણેશ' થીમ પર સજાવવામાં આવ્યો
સોર્સ : gstv
હાલના સમયમાં વધતા જતા સાયબર ક્રાઈમના ગુનાઓને નાથવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત પોલીસ અવનવા પ્રયાસો કરી રહી છે. તેના જ ભાગરૂપે વડોદરા ગ્રામ્યના પાદરા તાલુકામાં સાર્વજનિક ગણેશ મહોત્સવ દરમિયાન યુવાનો અને પાદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.વી. ગોહિલના વિશેષ સહયોગથી ભગવાન ગણેશજીના પંડાલને 'સાયબર ગણેશ' ની અનન્ય થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. આ પંડાલમાં સાયબર ઠગાઈથી બચવા માટેના જાગૃતિસભર મેસેજો દર્શાવતી સ્ટેન્ડીઓ અને બેનરો લગાવવામાં આવ્યા છે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્સવના માધ્યમથી નાગરિકો સુધી સાયબર સુરક્ષાનો સંદેશ પહોંચાડવાનો છે, જેથી આવનારા સમયમાં લોકો ઓનલાઈન છેતરપિંડીથી સુરક્ષિત રહી શકે.

