VIDEO: ભૂતપૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિન ૨૨ વર્ષ જૂના કેસમાં નિર્દોષ
સોર્સ : gstv
વડોદરામાં રહેતા ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકબ જે. માર્ટિનને 22 વર્ષ જૂના ફોજદારી કેસમાં મોટી રાહત મળી છે. પટિયાલા હાઉસ કોર્ટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ-01ની કોર્ટે માર્ટિનને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. 2004થી પેન્ડિંગ આ કેસમાં કથિત મુસાફરીની વ્યવસ્થા અને બનાવટી UK ઇમિગ્રેશન સ્ટેમ્પ સાથેના આક્ષેપો હતા. જોકે, કોર્ટે નોંધ્યું કે પ્રોસિક્યુશન માર્ટિન વિરુદ્ધ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. તપાસ દરમિયાન માર્ટિન સાથે કોઈ વિશ્વસનીય નાણાકીય લેવડદેવડ, અજવા સ્પોર્ટ્સ ક્લબ પર માલિકી કે નિયંત્રણ, તેમજ કથિત બનાવટી સ્ટેમ્પ સાથે સીધો વિશ્વસનીય સંબંધ સાબિત થયો નહોતો. કેટલાક જાહેર સાક્ષીઓ પણ આરોપોને સમર્થન આપી શક્યા નહોતા. ચુકાદા સાથે માર્ટિનની 22 વર્ષ લાંબી કાનૂની લડાઈનો અંત આવ્યો છે.

