Vadodara news: સ્મશાનોના ખાનગીકરણ મામલે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, 30 થી વધુ કાર્યકરોની અટકાયત

વડોદરામાં મનપા સંચાલિત સ્મશાનોનું ખાનગીકરણ કરાતા વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બેનરો અને પોસ્ટરો સાથે કોંગ્રેસના કાર્યકરો કારેલીબાગ ખાસવાડી સ્મશાન બહાર વિરોધ કરતા 30 થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
વિરોધ કરી રહેલા 30 થી વધુ કાર્યકરોની અટકાયત
વડોદરા મહાનગરપાલિકા અંતિમક્રિયા માટે 31 સ્મશાનોનો ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપ્યો છે. મનપા સંચાલિત આ સ્મશાનોનું અચાનક ખાનગીકરણ કરાતા કોંગ્રેસના આગેવાનોએ તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ એક મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર દરમ્યાન 3000 થી 3500 રૂપિયાનો ખર્ચ થાય છે અને મૃતદેહની અંતિમ વિધિ માટે પાલિકા મૃતદેહ દીઠ પોતાના મળતિયાઓને સાત હજાર રૂપિયા આપશે. કોંગ્રેસે કારેલીબાગ ખાસવાડી સ્મશાન બહાર ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. બેનરો સાથે વિરોધ કરી રહેલા શહેર કૉંગેસ પ્રમુખ, કૉ્પોરેટરો અને અગ્રણીઓ સહિત 30 થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

