VIDEO: વડોદરામાં ઈન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના
સોર્સ : gstv
વડોદરાની ઈન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન છેલ્લા 15 વર્ષથી પર્યાવરણ સંરક્ષણ અને આસ્થાના સંગમ સમાન ગણેશોત્સવનું આયોજન કરી રહ્યું છે. ફાઉન્ડેશન દ્વારા માટીની ગણેશ પ્રતિમાઓ બનાવવામાં આવે છે. આ વર્ષે ભક્તો માટે 12 દિવસ સુધી સવાર-સાંજ મહાપ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરાયો છે, જેથી પ્રાકૃતિક જળસ્ત્રોતોને પ્રદૂષણથી બચાવી શકાય. સમગ્ર વડોદરામાંથી ત્રણ ફૂટ સુધીની 3 હજારથી વધુ માટીની પ્રતિમાઓના વિસર્જનની અપેક્ષા છે. સાથે જ ગણેશજીને અર્પણ કરાયેલા ફૂલોમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે.

