VIDEO: ધોરણ-1માં ભણતી દિકરીએ સંવિધાનની વ્યાખ્યા બોલી મુખ્યમંત્રીને મંત્રમુગ્ધ કરી દીધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા ના સયાજીબાગ ખાતે આવેલી સંકલ્પ ભૂમિ પર પહોંચ્યા અને ત્યારબાદ મેમોરિયલનું લોકાર્પણ કર્યું હતું, આ દરમિયાન મુખ્યમંત્રીએ ધોરણ-1માં અભ્યાસ કરતી અદિતિ સાથે વાતચીત કરી. અદિતિએ બાબાસાહેબ અને ભારતીય સંવિધાન અંગે વિસ્તૃત માહિતી આપતા મુખ્યમંત્રી પણ પ્રભાવિત થયા. અદિતિના પિતા નિર્મલભાઈ ચાની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મુખ્યમંત્રીએ અદિતિ અને તેમના પિતા સાથે પણ વાતચીત કરી. લોકાર્પણ સાથે બાબાસાહેબનું સ્મારક અને મ્યુઝિયમ જનતા માટે ખુલ્લું મુકાયું. મોટી સંખ્યામાં નેતાઓ અને બાબાસાહેબના સમર્થકો ઉપસ્થિત રહ્યા, જ્યારે સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.વડોદરા ખાતેના સ્મારકમાં બાબાસાહેબના ભાષણોનો વર્ચ્યુઅલ અનુભવ, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને તેમના જીવન પર આધારિત પ્રદર્શન પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

