VIDEO : ડભોઈમાં કોંગ્રેસને જીત્યા પછી હારવાનો ડર, ભાંગફોડથી બચવા 12 નગરસેવકોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
સોર્સ : gstv
ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવતા જ પક્ષમાં ભંગાણનો ભય સતાવી રહ્યો છે. ભાંગફોડની રાજનીતિથી બચવા કોંગ્રેસે પોતાના ૧૦થી ૧૨ નગરસેવકોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. બોર્ડની રચના ન થાય ત્યાં સુધી આ સભ્યોને ડભોઇથી દૂર રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર જિલ્લામાં માત્ર ડભોઇમાં જ કોંગ્રેસ સત્તા બનાવવામાં સફળ રહી છે, જેને પગલે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. શહેર પ્રમુખે પણ ટેલિફોનિક વાતચીતમાં આ માહિતીની પુષ્ટિ કરતા સ્વીકાર્યું છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને સુરક્ષિત રાખવા આ પગલું જરૂરી હતું.

