VIDEO: વડોદરા રેલવે સ્ટેશન પર બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, 16 સગીરોને બચાવાયા
સોર્સ : gstv
વડોદરા રેલવે સ્ટેશન પર બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. રેલવે પોલીસ અને સામાજિક સંસ્થાના સંયુક્ત ઓપરેશનમાં મુંબઈ-સુરત તરફ લઈ જવાતા 16 સગીર બાળકોને બચાવવામાં આવ્યા. આ બાળકોને બિહાર અને મધ્યપ્રદેશથી લાલચ આપીને બાળમજૂરી અર્થે લાવવામાં આવ્યા હતા.
વડોદરાની સામાજીક સંસ્થા અને રેલવે પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 16 જેટલા સગીર બાળકોને બચાવી લેવાયા છે. જેઓને લોભ લાલચ આપી બાળમજૂરી માટે સુરત મુંબઈ લઈ જવાતા હતા. રેલવે પોલીસના આ ઓપરેશન દરમિયાન 16 સગીરના આધારકાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણીમાં જાણવા મળ્યું કે, આ તમામ કિશોરો 18 વર્ષથી નીચેની વયના છે.
પોલીસને શંકા છે કે આ બાળકોને બાળ મજૂરીના ઇરાદે તસ્કરી માટે લઈ જવામાં આવી રહ્યા હતા. હાલ તપાસ શરૂ કરવામાં આવી છે અને બાળકોના વાલીઓનો સંપર્ક કરીને તેમને સોંપવાની પ્રક્રિયા ચાલુ છે.

