Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Chief Minister summons five MLAs who expressed displeasure

Vadodara news: અધિકારી રાજ સામે નારાજગી વ્યક્ત કરનાર પાંચેય ધારાસભ્યોને મુખ્યપ્રધાનનું તેડું, ગાંધીનગરમાં રાજકીય ગરમાવો તેજ

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Vadodara news: અધિકારી રાજ સામે નારાજગી વ્યક્ત કરનાર પાંચેય ધારાસભ્યોને મુખ્યપ્રધાનનું તેડું, ગાંધીનગરમાં રાજકીય ગરમાવો તેજ
સોર્સ : GSTV

વડોદરામાં અધિકારી રાજ સામે આક્રોશ ઠાલવનારા ભાજપના પાંચેય ધારાસભ્યોને મુખ્યપ્રધાનનું તેડુ આવ્યું છે. પીએમ મોદીની ગુજરાત મુલાકાત પહેલા પત્ર લખીને વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો. જેમાં અધિકારી રાજ સામે નારાજગી વ્યક્ત કરી હતી. પીએમ મોદી ગુજરાત મુલાકાત બાદ દિલ્હી પરત ફરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક નારાજ ધારાસભ્યોને તેડું મોકલતા ગાંધીનગરમા રાજકીય ગતિવિધિઓ તેજ જોવા મળી છે. ધારાસભ્ય ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મેહતા, ચૈતન્ય સિંહ ઝાલા અને ધર્મેન્દ્ર સિંહ વાઘેલા ગત અઠવાડિયે સીએમને સંયુક્ત પત્ર લખીને અધિકારીઓના મનસ્વી વર્તનનો આરોપ લગાવ્યો હતો.

App Store