Vadodaraમાં મૃતક યુવકના અકસ્માતના CCTV સામે આવ્યા, હવા ભરવાના મશીન સાથે સ્પોર્ટ્સ બાઈક ધડાકાભેર અથડાયું
સોર્સ : GSTV
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં અકસ્માતમાં મોતને ભેટેલા યુવકના અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. ગત 21 ફેબ્રુઆરીએ બાઈક સ્લીપ થતા યુવક પેટ્રોલ પંપ પર હવા ભરવાના મશીન સાથે ધડાકાભેર અથડાયો હતો. મહાવીર ચાર રસ્તાથી પાણીગેટ જતા સમયે બેફામ સ્પીડે જતો યુવક ગંભીર ઇજાગ્રસ્ત થતા તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતું. મૃતક આદિત્યકુમાર પરમાર વડોદરાના કલાલીના ચાણક્યનગરીનો રહેવાસી હતો. પાણીગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

