VIDEO: ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક પર ભુવો પડ્યો
સોર્સ : gstv
વડોદરાના ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક પર ભુવો પડ્યો હતો.. અહીં ભ્રષ્ટાચાર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.વોકિંગ ટ્રેકનો ભાગ ધસી પડતા લોકોમાં રોષ ફેલાયો છે.. ભુવાને કારણે વોકિંગ ટ્રેકનો ભાગ જોખમી બન્યો છે અને સવાર-સાંજ વોક માટે આવતા નાગરિકોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહી,.સ્થાનિકોએ કામની ગુણવત્તા સામે ગંભીર આક્ષેપ કર્યા. જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી સમારકામની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે..પરંતુ સમગ્ર ઘટનાથી મહાનગરપાલિકાના વિકાસના કામોની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે

