VIDEO: વડોદરામાં બાર દિવસ બાદ બાપ્પાને ભાવભીની વિદાય
સોર્સ : gstv
વડોદરામાં બાર દિવસના આતિથ્ય બાદ આજે ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. શહેરના વિવિધ વિસર્જન સ્થળોએ સવારથી જ ગણેશ મૂર્તિઓના વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ હતી અને ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રેસકોર્સ રોડ ખાતે તૈયાર કરાયેલા ખાસ વિસર્જન કુંડમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગણેશ મંડળોએ મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. વિસર્જન દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. વિસર્જન કુંડમાં વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ અને પૂજા સામગ્રીમાંથી ખાતર બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

