Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Beating at vegetable market in Gorwa area of Vadodara

VIDEO: વડોદરાના ગોરવા વિસ્તારમાં શાક માર્કેટમાં મારામારી

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના ગોરવા શાક માર્કેટ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. શાકભાજીના વજન મુદ્દે થયેલી સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જાહેરમાં મારામારી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રાહક અને વેપારી વચ્ચે શાકભાજીના વજનને બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો વણસ્યો હતો. આ તકરાર એટલી વધી ગઈ કે શાકભાજીવાળા પર હુમલો કરવા માટે અચાનક 15 થી 20 લોકોનું ટોળું ધસી આવ્યું હતું. આ હુમલા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પથારામાં રહેલી શાકભાજી રસ્તા પર ફેંકી દઈ ભારે નુકસાન પહોંચાડ્યું હતું તેમજ બે વેપારીને ઢોર માર માર્યો હતો. ભીડભાડ વાળા વિસ્તારમાં જાહેરમાં બનેલી આ ઘટના અને તોડફોડના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ડરનો માહોલ છવાઈ ગયો હતો.

App Store