VIDEO: અટલાદરા BAPS મંદિરમાં એફિલ ટાવર પ્રતિકૃતિ સાથે રચાયેલા આકર્ષક હિંડોળા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર
સોર્સ : gstv
શ્રાવણ માસ નિમિત્તે અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં પરંપરાગત હિંડોળા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે યુરોપમાં નિર્માણ પામનાર BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનની સ્મૃતિ રૂપે મંદિર પરિસરમાં ફ્રાન્સના પેરિસ સ્થિત એફિલ ટાવરની આકર્ષક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિકૃતિની નીચે બનાવવામાં આવેલા સુંદર અને મનોહર ૧૨ દરવાજાના હિંડોળા હરિભક્તો માટે વિશેષ દર્શનીય બન્યા છે. મંદિરની બહારથી પસાર થતા ભક્તો પણ સરળતાથી દર્શન કરી શકે તેવું સુંદર આયોજન કરાયું છે. પર્વ નિમિત્તે સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં ભગવાનની દિવ્ય શણગાર આરતી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠ્યું હતું.

