Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Anger over the death of an employee of Seven Seas Mall, Vadodara: Families refuse to accept the body with a demand for justice

VIDEO: વડોદરાના સેવન સીઝ મોલના કર્મચારીના ભેદી સંજોગોમાં મોતથી રોષ: પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં સેવન સીઝ મોલ ખાતે ફરજ બજાવતા એક કર્મચારી ચિરાગ સોલંકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતા ભારે વિવાદ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોક સાથે ભારે રોષની લાગણી ફેલાઈ છે. કર્મચારીના મોત અંગે યોગ્ય તપાસ અને ન્યાય ન મળવાના આક્ષેપ સાથે પરિવારજનો અને સમાજના આગેવાનોએ ચિરાગ સોલંકીનો મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ મામલે એસએસજી હોસ્પિટલ ખાતે પરિવારજનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. જ્યાં સુધી ઘટનાની નિષ્પક્ષ તપાસ થઈને સાચું કારણ બહાર નહીં આવે અને પરિવારને ન્યાય નહીં મળે, ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

App Store