VIDEO: વડોદરાની હોટેલમાં ગંદકીનો ભંડાર મળ્યો, આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી
સોર્સ : gstv
વડોદરાના સમા-સાવલી વિસ્તારમાં આવેલી ‘હરિઓમ કાઠિયાવાડી’ હોટેલમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઈઝ દરોડા પાડ્યા હતા. ચેકિંગ દરમિયાન હોટેલમાં અસ્વચ્છ સ્થિતિમાં ભોજન બનાવવામાં આવતું હોવાનું સામે આવતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.તપાસ દરમિયાન ફ્રિજ તેમજ રો-મટીરિયલના સ્ટોરેજ એરિયામાં ભારોભાર ગંદકી જોવા મળી હતી. જેના પગલે આરોગ્ય વિભાગે તાત્કાલિક હોટેલ બંધ કરાવીને સંપૂર્ણ સાફ-સફાઈ કરવાના આદેશ આપ્યા છે. જ્યાં સુધી પૂરતી સ્વચ્છતા નહીં થાય ત્યાં સુધી હોટેલ બંધ રાખવા જણાવાયું છે. સંચાલક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે

