VIDEO: સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાનો અનોખો વિરોધ, ખાડાની ઉજવણી કરીને કેક કાપી
વડોદરા જીલ્લાની સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હસુ પટેલ દ્વારા પાલિકાની કામગીરી સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો. છેલ્લા એક વર્ષ થી નગરમાં ઉબડ-ખાબડ રસ્તાઓ અને મસમોટા ખાડા રોડને લઈને નાગરીકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. પાલિકાનાં લોકોને સાંભળનાર જ કોઇ નથી ત્યારે પાલિકાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા વિરોધ પક્ષના નેતા મેદાને પડ્યા. સાવલી પાલિકાનાં વિરોધ પક્ષનાં નેતાએ નગરજનો સાથે ભેગા થઈને ખાડામાં કેક કાપીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો.

