VIDEO: દુષિત પાણીની બોટલ સાથે મેયરના ડેસ્ક સુધી પહોંચ્યા કોર્પોરેટર
સોર્સ : gstv
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના રોડ-રસ્તા અને પાણી સહિતના પ્રશ્નોને લઈને કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર રજૂઆત કરી હતી. વોર્ડ નંબર 14માં લાંબા સમયથી દુષિત પાણીની સમસ્યા હોવાનો આક્ષેપ કરી કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ દુષિત પાણીની બોટલ લઈને મેયરના ડેસ્ક સુધી પહોંચી ગયા હતા. અચાનક થયેલા વિરોધથી સભામાં ભારે હોબાળો થયો હતો અને ભાજપના કોર્પોરેટરો પણ મેયરના ડેસ્ક પાસે દોડી આવ્યા હતા. તીર્થ બ્રહ્મભટ્ટે વોર્ડના લોકોને સ્વચ્છ પીવાનું પાણી ક્યારે મળશે તેવો સવાલ ઉઠાવી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે સામાન્ય સભામાં થોડા સમય માટે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.

