VIDEO: વડોદરાના 18 પ્રવાસીઓએ નેપાળની દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું
સોર્સ : gstv
વડોદરાના ૩૪ યાત્રાળુઓ ૧૮ દિવસની કૈલાશ માનસરોવર યાત્રા પૂર્ણ કરી સહીસલામત ઘરે પરત ફર્યા છે. ૯ ઓગસ્ટે નીકળેલું આ ગ્રુપ ૧૯મી તારીખે તિમુરે ચાઇનીઝ ઇમિગ્રેશન ચેક પોસ્ટ ક્રોસ કરીને આગળ વધ્યું હતું, પરંતુ તે પછી નેપાળમાં સર્જાયેલી કુદરતી હોનારતે ભારે તારાજી સર્જી. યાત્રા દરમિયાન મદદ કરનારા નેપાળી અને તિબેટીયન શેરપા તથા ગાઈડ ગુમ થઈ જતાં યાત્રીઓ ગભરાઈ ગયા હતા. પોતાની આંખ સામે જાનહાનિ અને તબાહી જોયા બાદ માંડ માંડ બચેલા વડોદરાના પરિવારો આજે પણ ભય અને આઘાતમાં છે. પોતાના ભોમિયાઓને ગુમાવવાનું દુઃખ અને હોનારતનો ભયંકર અનુભવ યાત્રીઓ ક્યારેય ભૂલી શકશે નહીં.

