Vadodara news: સાંઢાસાલ ગામના 10 લોકો 20 દિવસથી મ્યાનમારમાં ફસાયા, ભારત સરકાર પાસે લગાવી મદદની ગુહાર

વડોદરામાં સાવલીના સાંઢાસાલ ગામના કુલ 10 લોકો મ્યાનમારમાં ફસાયાની ઘટના બની છે. ડેટા એન્ટ્રીમાં નોકરીની લાલચ આપી આ યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા. આ યુવકોએ વીડિયોના માધ્યમથી ભારત સરકાર તથા રાજ્ય સરકાર પાસે તાત્કાલિક મદદની માગ કરી છે. છેલ્લા 20 દિવસથી આ યુવકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના અંદાજીત 100થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ યુવકોએ વીડિયોના માધ્યમથી ભારત સરકાર પાસે મદદ માગી છે. તેમના પરિવારોએ પણ સરકાર તેમને પરત લાવે તેવી માગ કરી છે.
યુવકોને સ્થાનિક એનજીઓ દ્વારા આશરો આપવામાં આવ્યો
હાલમાં આ યુવકોને સ્થાનિક એનજીઓ દ્વારા આશરો આપવામાં આવ્યો છે. છેલ્લા 20 દિવસથી ઈમિગ્રેશન થઈ ગયું હોવા છતાં કોઈ મદદ કે રસ્તો નહીં નીકળતા તેમણે સરકાર પાસે મદદ માગી છે. તેમણે એક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. પૈસા ખૂટી ગયા હોવાથી ગુજરાતના યુવાનોએ સરકાર પાસે મદદ માગી છે.

