VIDEO: ચાણસ્મા તાલુકાના ભાટસણ અને ઇટોદા ગામે દેશી દારૂનું સેવન કરનાર બે વ્યક્તિઓના થયા મોત
સોર્સ : gstv
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં દેશી દારૂના સેવનથી બે વ્યક્તિઓના અકાળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. ભાટસણ ગામે વર્ષોથી દેશી દારૂ પીવાની ટેવ ધરાવતા આધેડ રમેશભાઈ રાવળ અને ઈટોદરા ગામે ૩૫ વર્ષીય લાભુજી ઠાકોરનું દારૂ પીધા બાદ મોત થતાં પરિવારજનો શોકમગ્ન બન્યા છે. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય દિનેશ ઠાકોરે મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. આ દુઃખદ ઘટનાને પગલે મૃતકોના પરિવારે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માંગ કરી છે. તો બીજી તરફ ધારાસભ્યએ પણ પોલીસની નબળી કામગીરી સામે સવાલો ઉઠાવી, જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીઓ નાબૂદ કરવાની જવાબદારી પાટણ પોલીસની હોવાનું જણાવ્યું હતું.

