Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Truck hits couple in Rajkot, people set fire to truck in Sabakkantha

VIDEO: રાજકોટમાં ટ્રકે દંપતિને અડફેટે લીધું, સાબકકાંઠામાં ટ્રકે અકસ્માત સર્જતા લોકોએ ચાંપી આગ

Timeછેલ્લું અપડેટ : 11 Feb 2025
લાઇવ ટીવીGoogle News

ગુજરાતભરમાંથી આપણે રોજબરોજ અકસ્માતની ઘટનાઓના સમાચાર સાંભળતા હોઈએ છીએ. એવામાં રાજ્યના બે શહેરોમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર નથી પરંતુ બે લોકો ઘાયલ થતાં તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

App Store

રાજકોટમાં અકસ્માતનો લાઈવ વીડિયો

રાજકોટના જેતપુરમાં લાઇવ અકસ્માતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બેફામ રીતે ચાલી રહેલા એક ટ્રક ડ્રાઈવરે એકટીવા પર સવાર યુગલને અડફેટે લીધું હતું જેમાં યુગલને ગંભીર ઈજા પહોંચી હતી. રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના મંડલીકપુર ગામ નજીક ધોરાજી નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો.  આ ટ્રક ચાલકે જેતપુરના એકટીવા ચાલક દંપતીને અડફેટે લીધા હતા. આ દંપતી અકસ્માતને પગલે રસ્તા પર ફંગોળાયું હતું જેથી બંનેને ગંભીર ઈજા પહોંચી છે. લાઈવ અકસ્માતનો વીડિયો પાછળ આવતી કારમાં બેઠેલા લોકોએ કેમેરામાં કેદ કર્યો હતો.

સાબરકાંઠામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત

સાબરકાંઠા જિલ્લામાં બેફામ દોડતા રેતી હેરફેર કરતા ડમ્પરે અકસ્માત સર્જયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુદ્રા નજીક ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ દોડતા રેતી હેરફેર કરતા ડમ્પરે અકસ્માત સર્જતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. રોષે ભરાયેલા સ્થાનિકોએ પિલુદ્રા નજીક ડમ્પરને આગચંપી કરી હતી. રોષે ભરાયેલા ટોળાએ ડમ્પર ટ્રકના કાચ ફોડ્યા હતા. ડમ્પરને આગ ચાંપતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા માટેની કવાયત હાથ ધરી હતી.