મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોંડલ: સગીરને માર મારવાની ઘટનાથી પાટીદાર સમાજમાં ફેલાયો રોષ, જાણો શું છે સમગ્ર વિવાદ

ગુજરાતના ગોંડલમાં સગીર યુવકને માર મારવાની ઘટનાથી પાટીદાર સમાજમાં રોષ ફેલાયો&

ગોંડલ: સગીરને માર મારવાની ઘટનાથી પાટીદાર સમાજમાં ફેલાયો રોષ, જાણો શું છે સમગ્ર વિવાદ

ગુજરાતના  ગોંડલમાં સગીર યુવકને માર મારવાની ઘટનાથી પાટીદાર સમાજમાં રોષ ફેલાયો  છે. મળતા અહેવાલ પ્રમાણે સોશિયલ  મીડિયા પર પાટીદાર સમાજના આગેવાનોને લક્ષ્યે કરીને એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે, જેમાં સમાજના કહેવાતા આગેવાનોની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.

પાટીદાર આગેવાનો ને પડકાર ફેંકતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ

ઉલ્લેખનીય છે કે આ મામલો વધુ વકર્યો હતો. પાટીદાર આગેવાનો ને પડકાર ફેંકતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે સમાજમાં ભારે રોષ ફેલાયો છે. પાટીદાર આગેવાનોએ આ મામલે  મિટિંગ યોજી હતી.

સમાજની રક્ષા માટે તેમના પ્રયાસો પર પ્રશ્નાર્થ ઊભો કરવામાં આવ્યો 

પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સિંહ તો વિઠ્ઠલ રાદડિયા હતા, જે સમાજ માટે બંદૂક લઈને પણ ફરતા. આજે સમાજના કહેવાતા આગેવાનો ક્યાં ગયા?" આ પોસ્ટ દ્વારા સમાજના વર્તમાન આગેવાનોની ભૂમિકા અને સમાજની રક્ષા માટે તેમના પ્રયાસો પર પ્રશ્નાર્થ ઊભો કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો