Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : The car plunged under the bridge as the young driver lost control of the wheel in a reel

ઈડર: રીલના ચક્કરમાં કાર ચાલક યુવાને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પુલની નીચે ઘુસી ગઈ, પાંચથી વધુ યુવાનો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2024
લાઇવ ટીવીGoogle News
ઈડર: રીલના ચક્કરમાં કાર ચાલક યુવાને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પુલની નીચે ઘુસી ગઈ, પાંચથી વધુ યુવાનો ઈજાગ્રસ્ત
  • અકસ્માતનો લાઇવ વીડિયો કારમાં બેઠેલા યુવાનના મોબાઇલમાં રેકોર્ડ થયો
  • ગીત પર મોજમાં આવીને યુવાનોનો મસ્તી કરતો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ
  • ઇનોવાના ચાલક યુવાને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને સર્જાયો અકસ્માત
  • તમામ યુવાનોને પહોંચી ઈજા
App Store

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સાબરકાંઠામાં આ અકસ્માત સર્જાયો હતો. સાબરકાંઠાના ઈડરના નેત્રામલી પાસે આ અકસ્માત થયો હતો. ઈનોવા કારમાં યુવાનો ફરવા નીકળ્યા હતા. જેમાં અચાનક કાર ચાલકે સ્ટીયરંગ પરથી કાબુ ગુમાવ્યો અને પુલની નીચે ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પુલની નીચે ફસાઈ ગઈ હતી અને તમામ યુવાનો દર્દથી કણસી રહ્યા હતા. કારમાં પાંચથી વધુ યુવાનો સવાર હતા.

મળતા અહેવાલ પ્રમાણે કારમાં પાંચથી વધુ યુવાનો સવાર હતા. આ તમા યુવાનોને ઈજા પહોંચી હતી, અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનોની મદદે સ્થાનિકો દોડી આવ્યા અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

કારમાં એક યુવાનના મોબાઈલમાં અકસ્માતનો લાઈવ વીડિયો પણ રેકોર્ડ થયો હતો, જેમાં ગુજરાતી ગીત પર યુવાનો ચાલુ કારમાં ઝૂમી અને મસ્તી કરી રહ્યા હતા ત્યાં જ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને આ અકસ્માત સર્જાયો હતો. ભારે જહેમત બાદ આ કારમાંથી યુવાનોને બહાર કાઢ્યા હતા.