Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Manipulation of ganja under the guise of coal, ganja worth 42 lakhs seized

VIDEO: કોલસાની આડમાં ગાંજાની હેરાફેરી, 42 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તાપીના સોનગઢમાં ચેકપોસ્ટ નજીક પોલીસે ટ્રકમાંથી રૂ.42 લાખની કિંમતનો 85 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. કોલસાની આડમાં ટ્રકમાં ખાસ ચોરખાનું બનાવી ગાંજો ઓડિશાથી સોનગઢ લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે કાર્યવાહી દરમિયાન ગાંજા સહિત ટ્રક મળી કુલ રૂ.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સોનગઢના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

App Store